ધોરણ 10 પછી શુ ? કઈ શાખા માં જવું જોઈએ ...

 વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 ખૂબ જ અગત્યનું હોય છે. ધોરણ 10 માં સારા ટકા આવવા એ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આજના સમયમાં એટલે કે modern જમાનામાં વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 10 પછી કઈ શાખા માં જવું આ વિષયે ખૂબ ગંભીરતાથી પોતાનો નિર્ણય કરવો જોઈએ. કારણ કે કોમ્પિટિશન ના જમાનામાં ઘણા વિદ્યાર્થીઓ પોતાની મનગમતી શાખા માં જવા માટે ખૂબ જ કમર કસવી પડે છે. 



તો આજે આપણે આ વાતની ચર્ચા કરવાના છે કે ધોરણ 10 પછી શું કરવામાં આવે તો આપણું જ જીવન છે વહેલી તકે સફળ અને સારું બનાવી શકીએ.? 

ધોરણ 10 પછી બધા જ લોકો ખાસ કરીને સાયન્સ કરવા માટે કહે છે કેમ કેે વિદ્યાર્થીઓ માટે ઘણું કરવા માટે ઘણી શાખાઓ મળી રહેશે .જેમાં તેઓ પોતાનું વ્યવસ્થિત કેરિયર બનાવી શકે છે. ધોરણ 10 પાસ તમે કઈ -કઈ શાખાઓમાં પસંદ કરી શકો છો. 


1.સાયન્સ 

2.આર્ટસ

3.કોમર્સ

4.આઇટીઆઇ ના વિવિધ કોષો

5.ડિપ્લોમા એન્જિનિયરિંગ


સાયન્સ કેમ લેવું જોઈએ?  કેમ ન લેવું ? 

ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ આપ્યા બાદ આપણને ઘણી વસ્તુઓ ખબર પડી  જાય છે. હું/મેં કયા વિષયોમાં સારું કરી શકું છું જો ખાસ કરીને તમે ગણિત અને વિજ્ઞાન રૂચિ ધરાવતા હોય અને ભવિષ્ય એન્જિનિયર કે ડોક્ટર બનવાના સપના જોતા હોય તો તમારે શાખાને પસંદ કરવી પડે.


 1.સાયન્સ 

ધોરણ 10 અને 11 અને ૧૨ સાયન્સના અભ્યાસક્રમ ઝાઝો ફરક હોતો નથી , પણ જે સિલેબસ હોય છે તેમાં બધી માહિતી સંપૂર્ણ અને વિગતવાર વધારે આપેલું છ.તેમજ તમારા ધોરણ 10 કરતા વધારે થોડી મહેનત કરવા પડે છે. 

સાયન્સ માં આવતા મેન વિષયો વિગતવાર કેમેસ્ટ્રી, ફિઝિક્સ ,બાયોલોજી ગણિત, સંસ્કૃત અને અંગ્રેજી. સાયન્સના વિષયો ખૂબ જ અગત્યના જે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ગણવામાં આવે છે. 

કેમિસ્ટ્રી - માં તમારે રસાયણો વિષયનો અભ્યાસ કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં પ્રયોગો પણ કરવા પડે છે. 

ફિઝિક્સ- માં ગતિ , વિવિધ વૈજ્ઞાનિક ના નિયમો વિશે વિસ્તાર પૂર્વક ભણવામાં આવે છે આમાં પણ તમારે પ્રયોગ કરવા પડશે

જીવવિજ્ઞાન :- આ વિષયમાં તમારે જીવજંતુઓ, માનવ શરીર અનેક જીવો અને તેનો અભ્યાસ કરવાનું હોય છે. આ વિષયમાં પણ તમારે ઘણા બધા પ્રયોગો કરવા પડે છે. 

ગણિત માં તમારે ધોરણ 10 ના ગણિત કરતા થોડા વધારે લાંબા અને મગજ કસતા દાખલાઓ અભ્યાસ કરવાનું હોય છે.

સંસ્કૃત અને અંગ્રેજી ધોરણ 10 ની જેમ આ વિષયો આવે છે


2.આર્ટસ

વિચારાર્થી ઓ દ્વારા સાયન્સ પછી લેવામાં આવતી અગત્યની શાખા એ સેઆર્ટસ છે. તેમાં પણ ઘણા બધા જ વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે. જો તમારે શિક્ષક બનાવવા ઈચ્છુક આર્ટસ ના વિષયો રાખી શકો

આર્ટમાં વિવિધ વિષયોનો અભ્યાસ કરવાનું હોય છે જેવાકે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ વગેરે .


3.કોમર્સ

કોમર્સ ધોરણ 10 પછી ઘણા વિદ્યાર્થીઓ કોમર્સ પણ પસંદ કરે છે.પોતાના જીવનને ઉજ્જવળ અને સારું બનાવવા વિદ્યાર્થી કોમર્સ ને પણ લઈ શકો છો. 



4.આઇટીઆઇ ના વિવિધ કોષો


ધોરણ 10 પાસ કર્યા બાદ તમે Iti વિવિધ વિષયોનો અભ્યાસ કરી શકો છો. આઈ.ટી.આઈ માં તમને વિવિધ વિષયો જેવા કે ઇલેક્ટ્રિશિયન, ફીટરડીઝલ મેકેનીકલ, વેલ્ડીંગ, કમ્પ્યુટર ઓપરેટર, મોબાઇલ રીપેરીંગ,ડેટા ઓપરેટર, હોટલ મેનેજર વગેરે. ધોરણ 10 બાદ આઇટીઆઇના માંથી કોઈ પણ કોર્સ પૂર્ણ કર્યા બાદ ખાનગી નોકરી માટે ઘણી તકોમળી રહે છે. 


5.ડિપ્લોમા એન્જિનિયરિંગ

 ધોરણ 10 કરી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કે જે ત્રણ વર્ષના કોર્સ હોય છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ તમે વિવિધ શાખાઓ પસંદ કરી શકો છો જેવી સિવિલ એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ , કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વગેરે ઘણા અભ્યાસ  કરી શકો છો. ડિપ્લોમા કરવાથી તમનેફાયદો એ થાય છે કેતમને એક પહેલી ડિગ્રી મળે છેતે થકી તમેલાગતી વળગતી ભરતીઓમાં આવેદન કરી શકો છો. અને જો તમે ખાનગીકંપનીમાં કેબીજી કોઈ શાખા માં કામ કરવા ઈચ્છતા હોય તોતો ડિપ્લોમા એન્જિનિયરિંગ  વાળાને  અગ્રીમતા આપે છે.





ખર્ચો : Diplo એન્જિનિયરિંગ કરવા માટે કેટલો ખર્ચો થાય છે જો  તમારા ધોરણ 10 માં સારા ટકા હોય સરકારી એન્જીનીયરીંગ કોલેજોમાં એડમિશન મળી જશે તો ખર્ચો નહિવત પ્રમાણમાં થશે. પણ જો તમે ખાનગી કોલેજોમાં ડિપ્લોમા કરવા માંગતા હોવ તો થોડો ઘણો ખર્ચો કરવા પડશે. 

Post a Comment

0 Comments