ધોરણ 12 સાયન્સ પછી શુ કરીએ ? કઈ branch માં જવાથી future ઉજ્જવળ બનશે ?


ધોરણ  12 સાયન્સનું પરિણામ ખુબ અગત્યનુ હોય સે તમામ વિદ્યાર્થીઓ માટે , કેમકે આ પરિણામ તમારું ઉજ્જવળ ભવિષ્ય નક્કી કરવા માટે એક યોગ્ય તક પુરી પાડે છે. ધોરણ 12 પછી ખાસ કરી સાયન્સ ના વિધાર્થીઓ માટે ઘણા રસ્તાઓ ખુલા પડે છે, પોતાનું કેરીયર  અને સારું ભવિષ્ય બનાવવા માટે . 



       ઘણા વિધાર્થી મિત્રો એ પોતના સપના મુજબ રસ્તા ઓ શોધી રાખ્યા હોય છે અને તે વિધાર્થી મિત્રો  તે શાખા માં જઈ પોતનું જીવન ઉજ્જવળ બનાવે છે. હાલ ના ટેકનોલોજી સમય માં બધા વિધાર્થી ઓએ પોતનું કેરિયર કે ભવિષ્ય કઈ શાખા માં બનાવવા માંગતા છે એ પહેલા થી જ નક્કી કરી રાખેલ હોય છે.  


INDEX :-


1) કઈ શાખા માં જવા અંગે મુજવણ : -

2) સારું ભવિષ્ય બનાવા 12 ધોરણમા કયા વિષયો લેવા ? 

3) ધોરણ 12 માં ગણિત  હોય તો  આગળ કઈ શાખા માં જઈ શકાય ?

4) ધોરણ 12 માં જીવ વિજ્ઞાન હોય  તો  આગળ કઈ શાખા માં જઈ શકાય ? 

5) ધોરણ 12 માં ગણિત  અને જીવ વિજ્ઞાન હોય તો  આગળ કઈ શાખા માં જઈ શકાય ? 

6) સરકારી નોકરી કઈ રીતે મેળવવી :- 

7 )  પોતેજ વ્યવસાય ખોલી માલિક બની કામ કરવું : - 

8) કયા વિષયો હાલ માં લેવા જેવા ખરા :- 

9 ) શાખા પસન્દગી કરતી વખતે ધ્યાનમા રાખવા જેવી બાબતો :-

10) એડમિશન લેતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો : -



1) કઈ શાખા માં જવા અંગે મુજવણ : -



મુંજવણ અમુક વિધાર્થી ઓ માટે બની જાય છે કે 12  સાયન્સ પછી કઈ શાખા માં જવું ? મુંજવણ થવા માટે ઘણા સવાલો વિધાર્થી પાસે આવી ને અટકે છે , જેવા કે


  • જે શાખા માં જવું છે તેમા ફી ધોરણ કેટલું હશે ? 
  • કયા શાખા માં જવાથી નોકરી વહેલી મળશે ? 
  • શુ નજીક ની કોલેજ માં  એડમિશન મળશે ?
  •  જે શાખા  માં જવું તે ઇંગ્લીશમા હશે તો પાસ થશે કે નહી ? 


આવા ઘણા સવાલો ને કારણે વિધાર્થીઓ મુંજવણ માં પડે છે. અને તેથી તેઓ યોગ્ય શાખા પસન્દ કરી શકતા નથી.


2) સારું ભવિષ્ય બનાવા 12 ધોરણમા કયા વિષયો લેવા ? 


જયારે આપણે 12 ધોરણ માં એડમિસન લેતા હોય તયારે વિષયો ની પસન્દગી કરવી તે ખુબ જરૂરી છે , આપણા ભવિષ્ય માટે  . આપણે કઈ શાખા માં આગળ વધવું હોય તે મુજબ આપણે પહેલા થી વિષયો નક્કી કરવા અત્યંત જરૂરી હોય છે. 

જો તમારે મેડિકલ ક્ષેત્ર માં આગળ વધવુ હોય તો તમારે ધોરણ 12 માં જીવવિજ્ઞાન વિષય ફરજીયાત રાખવો પડે. તેવી જ રીતે જો તમારે એન્જીનીર બનવું હોય તો ગણિત વિષય ફરજીયાત લેવો પડે. 

જો તમારે બન્ને વિષયો રાખવા હોય તો પણ રાખી સખાઈ છે , પણ હાલ ના સમય મોટા ભાગ ની શાળા માં વિધાર્થીઓ અભ્યાંસ ઓસો કરવા જીવવિજ્ઞાન કે ગણિત માંથી એક જ વિષય પસન્દ કરે છે.


3) ધોરણ 12 માં ગણિત  હોય તો  આગળ કઈ શાખા માં જઈ શકાય ?

 



જો તમે તમારું 12મુ ધોરણ CPM એટલે ક chemistry , physics અને maths  જેવા વિષયો રાખ્યા હોય તો નીચે ની શાખા માં તમે તમારું ભવિષ્ય બનાવી શકો છો. 


1) મોટા ભાગ ના વિધાર્થી એન્જીનિયરીંગ ( B.E) bachelor of engineering  કરવા માગે  છે.આ શાખા જુદા જુદા કોર્ષ મળી રહે છે , જેવા કે સિવિલ ઈજનેર ( civil engineering ) , મેકેનિકલ ઈજનેર ( mechanical engineering ), કોમ્પ્યુટર ઈજનેર ( computer engineering ) , ઇલેક્ટ્રિકલ ઈજનેર (electrical engineering ) , ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે. આ કોર્સ 4 વર્ષ નો હોય છે , આ બાદ તમે GPSC અને UPSC જેવી પરીક્ષા આપી નોકરી મેળવી શકો છો. 

 જો તમારે હજી આગળ ભણવું હોય તો B.E બાદ 2 વર્ષ   ME  (master of engineering)  કરી શકો છો. આ કર્યા બાદ  તમે કોલેજ માં પ્રોફેસર બની શકો છો. 

2) B.E બાદ તમે નોંધણી કરી સિવિલ માં અને ઇલેક્ટ્રિક શાખા માં ગવરમેન્ટ કોન્ટ્રાક્ટર પણ બની શકો છો  .




3) મોટા ભાગ ના વિધાર્થી B tech નો કોર્સ પણ કરી શકે છે . જેનો સમયગાળો 4 વર્ષ નો હોય છે ,ત્યાર બાદ તમે M. tech પણ કરી શકો છો. 

4)  તમે ઇન્ડિયન નેવી કે એરફોર્સ માં ભી જઈ શકો છો. જો આપ ઈચ્છતા હોય તો  આ બાદ રેલવે માં તેમજ પબ્લિક સેક્ટર માં નોકરી કરી શકો છો. 

5)  12 ધોરણ પાસ કર્યા બાદ તમને લાગે કે તમારે ડિપ્લોમા એન્જીનીયરીંગ કરવું છે તો તમે ડિપ્લોમા પણ  તમને ગમતા વિષય માં બીજા વર્ષ થી જોડાય શકો છો. આ નો ફાયદો આ થશે કે તમને વહેલી ડિગ્રી મળશે , તેમજ બીજી ભરતી ઓ માટે એપ્લાય કરી શકસો .

6) 12 ધોરણ બાદ તમે હોટેલ મેનેજમેન્ટ ડિગ્રી ભણી શકો છો. આ કોર્સ નો સમયગાળો 3 થી 4 વર્ષ નો હોય છે . આ બાદ તમે હોટેલ લાઇન માં સારું ભવિષ્ય બનાવી શકો છો. 

7) જો તમે tv કે સિરિયલ માં કામ કરવા માંગતા હોય તો તમે ફિલ્મ એન્ડ ટેલિવીસન ડિપ્લોમા કરી શકો છો. જે 2 વર્ષ નો કોર્સ હોય છે. જો તમે આજ ફિલ્ડ માં આગળ વધવા માંગતા હોય તો હજી તમે ફિલ્મ અડડિટિંગ સિનેમેટો ગ્રાફી જેવા કોર્સે કરી શકો છો., તેમજ ટીવી પ્રોડ્યૂકશન નો કોર્ષ કરી શકો છો. 

8) 12 પછી તમે B. C. S / B. C. A / B. sc કરી શકો છો. જે  વર્ષ ના કોર્ષ છે. તેમાં હજી તમે માસ્ટરી  કરવા માગતા હોય તો M .C. S કરી શકો છો. 

9) 12 પછી તમે મરીન એન્જીનીયરીંગ કરી શકો છો. 


4) ધોરણ 12 માં જીવ વિજ્ઞાન હોય  તો  આગળ કઈ શાખા માં જઈ શકાય ? 


 જો તમે તમારું 12મુ ધોરણ CPB એટલે કે chemistry , physics અને biology  જેવા વિષયો રાખ્યા હોય તો નીચે ની શાખા માં તમે તમારું ભવિષ્ય બનાવી શકો છો. 




1) B. sc માં જવા ઘણા લોકો તૈયાર હોય છે. આ માં તમે Botany, micro biology , Zoology, Chemistry જેવાઓનો અભ્યાસ કરી શકો છો. આ કોર્સ 3 વર્ષ ના હોય છે. ત્યાર બાદ M. sc પછી M. phill અને ત્યાર બાદ ph. d કરી શકાય છે. 

2) B. A. M. S માં પણ જઈ શકો છો જે 4 1/2 વર્ષ નો કોર્સ છે. એના પછી તમે M. D બની શકો છો. 

3)  B. H. M. S માં પણ જઈ શકો છો જે 4 1/2 વર્ષ નો કોર્સ છે. આના પછી તમે પરવાનગી લઈ પોતાનું દવાખાનું ઓપન કરી શકો છો. 




આ પણ વાંચો : - NEET શુ છે ? NEET ની અગત્યતા ? NEET માટે આવેદન કેવી રીતે કરવું ? NEET માટે તૈયારી કેવી રીતે કરવી ?


4) દાંત ના ડોક્ટર બનવા તમે B.D.S કરી શકો છો , જે 4 વર્ષ નો કોર્સ હોય છે . M.D.S કરવા હજી તમારે 2 વર્ષ નો કોર્સ કરવા પડે છે. 





5) ડોક્ટર બનવા માટે   M.B.B. S માં પણ જઈ શકો છો જે 4 1/2 વર્ષ નો કોર્સ છે. ત્યાર બાદ માસ્ટરી કરવા તમારે હજી M.D અને M.S જે 3 વર્ષ ના કોર્ષો છે. 

6) B. SC home science , B. sc નર્સિંગ અને અન્ય કોર્ષ જે ચાર્ટ માં બતાવેલ છે જે તમે કરી શકો છો. 


5) ધોરણ 12 માં ગણિત  અને જીવ વિજ્ઞાન હોય તો  આગળ કઈ શાખા માં જઈ શકાય ? 


1) બન્ને વિષયો હોય તો તમે B.sc dairy technology જે 4 વર્ષ નો કોર્સ છે. ત્યાર બાદ M. B. A કરી શકો છો. ( 2 yr ) 

2) Bachelor of pharmacy (3 yr) મા જઈ શકો છો . ત્યાર બાદ  Master of pharmacy (2yr ) કોર્સ હોય છે.  M.B.A પણ કરી શકો છો. 

3) B.tech in agriculture (4 yr) અને ત્યાર બાદ  Master of agriculture (2 yr ) . જો આપ ખેતી સંબંધી અભ્યાસ કરવા માંગતા હોય તો આ કોર્સ આપ કરી શકો છો.

4) Bsc bio technology (4 yr ) એના પછી  Msc bio technology (2 yr ) 

5) B.sc in agriculture (4 yr ) એના પછી તમે  Msc animal husbandry dairy technology (2yr) કરી શકો છો.થોડાક વર્ષો માં સારી આ કોર્સ ની માંગ વધી છે. 


6) સરકારી નોકરી કઈ રીતે મેળવવી :- 

તમે જે પણ શાખા માથી પોતની ડિગ્રી મેળવો છો તે અનુસાર પડતી જાહેરાતો માં ફોર્મ ભરી , તે પરીક્ષા ની તૈયારી કરી તે શાખા માં  નોકરી કરી શકો છો. 

 તેમજ બીજી કોઇ ભરતી જે તમારા લાયકાત પ્રમાણે હોય તો તેમાં તમે ફોર્મ ભરી પછી પરીક્ષા આપી નોકરી મેળવી શકો છો. ઉદા. જો તમે 12 પછી સિવિલ એન્જીનીયરીંગ કરો છો , આ પૂરું થયા બાદ  GPSC , UPSC જેવી પરીક્ષા આપી તેમાં આપ નોકરી કરી શકો છો.

ધોરણ 12 સાયન્સ અને આવા કોર્ષો કર્યા બાદ સરકારી નોકરી મેળવવાની તકો વધારે હોય છે. હાલ ના સમય માં ઘણા લોકો આવા કોર્શ કરી રહેલ હોવાથી આપણે નોકરી મેળવવા થોડા નહીં પણ ખૂબ વધારે મહેનત કરવા પડશે .


7 )  પોતેજ વ્યવસાય ખોલી માલિક બની કામ કરવું : - 

12 માં પછી આ કોર્ષો કરી ઘણા લોકો પોતનું જ કાઈ કરવા માંગે છે ,જે બિલકુલ યોગ્ય હોય છે. સરકારી નોકરી કર્યા વગર અમુક લોકો પ્રાઇવેટ કોઇ કામ કરી સારી એવી કમાણિ કરી સકે છે , ખાશ કરી મેડિકલ વાળા લોકો માટે પોતાની કોઇ શાખા ખોલી સારો વવ્યસાય ઉભો કરી શકાય છે. 

ઉદા. જો તમે સિવિલ એન્જીનીયરીંગ બાદ કોન્ટ્રાક્ટર , તેમજ થોડા બાહ્ય કોર્ષ જેવા કે હોમ  પ્લાનિંગ ,હોમ ડિજાઇનિંગ કરી જેવા કામો કરી સારી કમાણી કરી શકો છો.

મેડિકલ ના તો લગભગ તમામ કોર્ષ કરી પોતની બ્રાન્ચ ખોલી સકાય છે. આ વસ્તુ તમારા પર આધાર રાખે છે કે આપણે શુ કામ કરવું છે , સરકારી નોકરી કે પછી પ્રાઇવેટ નોકરી કે પોતાની નોકરી.


8) કયા વિષયો હાલ માં લેવા જેવા ખરા :- 

 બધા જ શાખા ની માંગ જોવા મળે છે , તેમ છતા તમારે આવી શાખા પકડવી છે જેમા તમારું મન લાગે અને તમે તેને કરવા માંગતા હોય .

જો તમે ગણિત વાળા છો તો ખાસ કરી સિવિલ એન્જીનીયરીંગ ,ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ અને કોમ્પ્યુટર એન્જીનીયરીંગ શાખા માં જઈ શકો છો . કેમ કે દર વર્ષે આ શાખા લગતી સરકારી જાહેરાતો આવે છે. 




હાલ જે કોરોના થી પીડાયા તે ધ્યાન માં રાખી લોકો માં ડોક્ટર બનવાની પહેલ સરું થઈ છે , જો તમે બાયોલોજી વાળા હોય તો BHMS , BAMS અને MBBS કરી શકો છો.

જો તમે જીવ વિજ્ઞાન વાળા હોય તો દાંત ને લગતા કોર્સ જેવા કે  BDS  અને MDS કરી શકાય .

ફાર્માસી નો કોર્સ પણ ઘણા લોકો કરી રહ્યા છે , એમાં સારું ભવિસ્ય બની શકે છે.


9 ) શાખા પસન્દગી કરતી વખતે ધ્યાનમા રાખવા જેવી બાબતો :-


જે શાખા માં જવા માંગતા હસો તેની સંપૂર્ણ માહિતી જાણી લેવી. જેમ કે કેટલા વર્ષ નો કોર્સ, ફાયદા, નોકરી મળશે કે નહી ? વગેરે

બીજાની શાખા જોઇ તેમાં જવું કે તેજ કરવું , એમ ન કરવું. પોતને કઈ શાખા માં રસ સે અને તે કરવા ગમે તેવી શાખા માં જ ફોર્મ ભરવું.

મોટા ભાગ ના લગભગ તમામ કોર્સ અંગ્રેજીમા હોવાથી પોતને આવડે તેવા અને ન્યાય આપી શકો તેવી જ શાખા પસન્દ કરો. 

ખુબ અગત્યની વાત કે તમારે 2 કે 3 વર્ષ માં કયા શાખા ની માંગ ખુબ વધી હોય તેવા કોર્સ ની પસન્દગી કરી શકો છો. 

જે ભી શાખા તમે પસન્દ કરો છો તેમાં આવતા તમામ વિષયો ને સરખી રીતે અભ્યાસ કરવો પડશે , કેમકે બધા જ વિષયો મહત્વ ના હોય છે.


10) એડમિશન લેતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો : -

ખુબ જ અગત્ય : જે યુનિવર્સિટી માં અભ્યાસ કરવાના છો તે યુનિવર્સિટી માન્ય છે કે નહી. 

જે કોલેજ માં જવાના છો તે કોલેજ કેવી સે તે જાણો, ગવર્મેન્ટ કોલેજ કે પછી ખાનગી કોલેજ .

જે યુનિવર્સિટી માં અભ્યાસ કરવા જવાના છો ત્યા પૂરતો ટીચિંગ સ્ટાફ સે કે નહી તે જાણી લો .

જે કોલેજ માં જવાના હોય ત્યા પ્રક્ટિકલ નોલજ પૂરું પાડે છે? 

કોલેજ ની ફી તેમજ સ્કોલરશિપ અંગે માહિતી જાણી રાખવી . 

હોસ્ટેલ માં રેહવું હોય તો હોસ્ટેલ ની વ્યવસ્થા , ખાવા પીવાની માટે ની વ્યવસ્થા જાણી લવી. 



સારાંશ :-

 આપેલી માહિતી આપણા માટે ફાયદા કારક નીવડે , તેમજ તમે જે મુંજવણ હશે કે કઈ શાખા માં જવું? તેના વિશે તમને તમારો જવાબ મળ્યો હોય . બધી જ બ્રાન્ચ સારી જ સે તમારે થોડું વધારે મેહનત કરવું પડશે. 


આ પણ વાંચો : - NEET શુ છે ? NEET ની અગત્યતા ? NEET માટે આવેદન કેવી રીતે કરવું ? NEET માટે તૈયારી કેવી રીતે કરવી ?



Post a Comment

0 Comments